કાનૂની સૂચના

આ કાનૂની સૂચના oxforddictionaries.com ("વેબસાઇટ") ખાતે આ વેબસાઇટ અને તેના સબડોમેન્સ સુધી નિર્દિષ્ટ છે અને આ વેબસાઇટ અને તેના સબડોમેન્સના તમારા ઉપયોગને સંચાલિત કરે છે. આ વેબસાઇટનો ઉપયોગ કરીને, તમે આ નિવેદનમાં દર્શાવેલ રીતો સાથે સંમત થાઓ છો.

તમે નોંધણી કરવા અથવા Oxford University Press ("OUP", "અમે", "અમને" અથવા "અમારું")ને તમારી વિગતો પ્રદાન કરવા વિના વેબસાઇટના અમુક ભાગોને ઍક્સેસ કરી શકો છો.

વેબસાઇટ પરની માહિતી અપૂર્ણ જૂની અથવા અચોક્કસ હોય શકે છે અને તેમાં તકનીકી અચોક્કસાઇ અથવા ટાઇપોગ્રાફિકલ ભૂલોનો સમાવેશ હોઈ શકે છે, તેથી, OUP અમારા એકમાત્ર અધિકારે વેબસાઇટને અપડેટ કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે. તે માટે, આવી માહિતીને સૂચના વગર બદલવામાં અથવા અપડેટ કરવામાં આવી શકાય.

અમે કાનૂની સૂચનામાં ફેરફારો કરવાનો અધિકાર આરક્ષિત રાખીએ છીએ. આ કાનૂની સૂચનામાં અમે કરીએ તે કોઈપણ ફેરફારો આ પૃષ્ઠ પર પોસ્ટ કરવામાં આવશે અને, જ્યાં યોગ્ય હશે, ત્યાં અમે તમને ઇમેલ દ્વારા સૂચિત પણ કરીશું. આ કાનૂની સૂચનાની અમુક જોગવાઈઓ વેબસાઇટના ચોક્કસ પૃષ્ઠો પર સ્થિત સ્પષ્ટપણે નિયુક્ત કાનૂની સૂચનાઓ અથવા શરતો દ્વારા બદલવામાં આવી શકે છે.


ઉપયોગકર્તાનામો અને પાસવર્ડ્સ

તમે વેબસાઇટ પર નોંધણી કરી હોય અને તમને ઉપયોગકર્તાનામ અને પાસવર્ડ પ્રદાન કરવામાં આવ્યા હોય, તો તમે સંમત થાઓ છો કે તમે કોઈને પણ તમારું ઉપયોગકર્તાનામ અને/અથવા પાસવર્ડ ઉપલબ્ધ કરશો નહીં. જો તમારા ઉપયોગકર્તાનામ અને/અથવા પાસવર્ડ જાહેર કરવામાં આવ્યા હોય, તો તમે તરત જ આવા ખુલ્લાસાની સૂચના આપવા માટે સંમત થાઓ છો કે જેથી OUP યોગ્ય સુરક્ષા પગલાં લઈ શકે અને તમને નવું ઉપયોગકર્તાનામ અને પાસવર્ડ પ્રદાન કરી શકે.


વેબસાઇટની સામગ્રીનો ઉપયોગ

તમને આ કરવાની પરવાનગી છે:

 1. વેબસાઇટની સામગ્રીના ભાગો શોધી, જોઈ, તે પુનઃપ્રાપ્ત અને પ્રદર્શિત કરી શકો છો;
 2. વેબસાઇટની સામગ્રીના ભાગોને ઇલેક્ટ્રોનિક રીતે સાચવી શકો છો;
 3. અને/અથવા વેબસાઇટની સામગ્રીના ભાગોની એક કૉપિ પ્રિંટ કરી શકો છો;

દરેક કિસ્સામાં, વેબસાઇટના ચોક્કસ પૃષ્ઠો પર દેખાતા કોઈપણ નિર્દિષ્ટ પ્રતિબંધોને આધીન. તમે કૉપિરાઇટ સૂચનાઓ અથવા ઓળખના અન્ય સાધનો અથવા અસ્વીકારો વેબસાઇટ પર દેખાતા હોવાને કારણે દૂર અથવા તેમાં ફેરફાર કરી; કાયદા દ્વારા પરવાનગી આપેલ કે OUP દ્વારા અધિકૃત કરેલ સિવાય કોઈપણ હેતુ માટે વ્યવસ્થિત રીતે પ્રતિબંધિત સામગ્રીનાં બહુવિધ સારોની પ્રિંટ કરેલ કે ઇલેક્ટ્રોનિક કૉપીઝ બનાવી; સામગ્રીના કોઈપણ ભાગને ઈન્ટરનેટ અને World Wide Web સહિત, પરંતુ ત્યાં સુધી મર્યાદિત નહીં, ઇલેક્ટ્રોનિક નેટવર્ક પર પ્રદર્શિત અથવા વિતરણ કરી; કોઈપણ વ્યક્તિને સામગ્રીને ઍક્સેસ કરવા અથવા ઉપયોગ કરવાની પરવાનગી આપી; અને/અથવા કોઈપણ વાણિજ્યક ઉપયોગ માટે તમામ સામગ્રી અથવા તેના કોઈપણ ભાગનો ઉપયોગ કરી શકશો નહીં.

જો તમે ન્યૂઝલેટર પ્રાપ્ત કરવા માટે સાઇન અપ કરો અથવા અમારી વેબ ફીડ માટે સબ્સ્ક્રાઇબ કરો તો તમે માત્ર તે સામગ્રીનો ઉપયોગ કરી શક્શો કે જે તમને બિન-વાણિજ્યક ઉપયોગ માટે મોકલેલ છે. તમે આ કરી શકશો નહીં:

 1. તમને મોકલેલ સામગ્રીમાં દેખાતી કૉપિરાઇટ સૂચનાઓ અથવા ઓળખના અન્ય સાધનો અથવા અસ્વીકારોને દૂર અથવા તેમાં ફેરફાર;
 2. કાયદા દ્વારા પરવાનગી આપેલ કે OUP દ્વારા અધિકૃત કરેલ સિવાય કોઈપણ હેતુ માટે વ્યવસ્થિત રીતે, પ્રતિબંધિત સામગ્રીનાં બહુવિધ સારોની પ્રિંટ કરેલ કે ઇલેક્ટ્રોનિક કૉપીઝ બનાવી;
 3. સામગ્રીના કોઈપણ ભાગને ઈન્ટરનેટ અને World Wide Web સહિત, પરંતુ ત્યાં સુધી મર્યાદિત નહીં, ઇલેક્ટ્રોનિક નેટવર્ક પર પ્રદર્શિત અથવા વિતરણ કરી;
 4. કોઈપણ વ્યક્તિને સામગ્રીને ઍક્સેસ કરવા અથવા ઉપયોગ કરવાની પરવાનગી આપી; અને/અથવા
 5. કોઈપણ વાણિજ્યક ઉપયોગ માટે તમામ સામગ્રી અથવા તેના કોઈપણ ભાગનો ઉપયોગ.


બૌદ્ધિક સંપદા અધિકારો

અમે અને/અથવા અમારા લાઇસન્સર્સ વેબસાઇટમાંનાં તમામ બૌદ્ધિક સંપદા અધિકારોના માલિક છે અને વેબસાઇટ પરની સામગ્રીઓ વિશ્વભરમાં કૉપિરાઇટ અને ટ્રેડ માર્ક કાયદા સહિત બૌદ્ધિક સંપદા કાયદાઓ દ્વારા સંરક્ષિત છે. આ કાનૂની સૂચનાની શરતો અને તમારા અને OUP વચ્ચેનાં કોઈપણ અન્ય પરવાના કરારોને આધીન, તેવા તમામ અધિકારો આરક્ષિત છે અને અન્યથા અમારી પૂર્વ લેખિત પરવાનગી સિવાય કોઈપણ સામગ્રીને કૉપિ કરી, સંશોધિત, પ્રકાશિત, પ્રસારિત અથવા અન્યથા તેને વિતરિત કરી શકાતી નથી. Oxford University Press, OUP, Oxford અને/અથવા Oxford University Press દ્વારા પ્રદાન કરેલ કોઈપણ અન્ય ઉત્પાદનો અથવા સેવાઓના નામ અને વેબસાઇટ પર સંદર્ભિત કરેલ હોય તે, Oxford University Press ના ટ્રેડમાર્ક્સ અથવા નોંધાયેલ ટ્રેડમાર્ક્સ છે.

તેમ છતાં અગાઉનું અને જ્યાં લાગુ પડે ત્યાં, વેબસાઇટ પર દેખાતા પ્રત્યેક ઉદાહરણમાંનો કૉપિરાઇટ, તે ઉદાહરણ માટે ‘ચિત્રની વિગતો’ વિંડોમાં નામાંકિત કરેલ અધિકાર ધારક(કો) ની માલિકીના છે. સર્વાધિકાર આરક્ષિત છે. વેબસાઇટ પરનાં કોઈપણ ઉદાહરણ કૉપિ, સંશોધિત, પ્રકાશિત અથવા પ્રસારિત અથવા અન્યથા વિતરિત કરી શકાતા નથી.


લિંક્સ

અન્ય વેબસાઈટ્સની લિંક્સ OUP દ્વારા સદ્ભાવનામાં અને માત્ર માહિતી માટે પ્રદાન કરવામાં આવે છે. વેબસાઇટ સાથે લિંક કરેલ કોઈપણ વેબસાઇટમાં સામેલ સામગ્રીઓ માટે OUP કોઈપણ જવાબદારીને અસ્વીકારે છે.

તે ઉપરાંત, બિન-OUP વેબસાઇટ પરની લિંકનો અર્થ એ નથી કે OUP આવી વેબસાઇટ અથવા આવી વેબસાઇટ પર ઑફર કરેલ ઉત્પાદનો અને/અથવા સેવાઓનું સમર્થન કરે છે કે સામગ્રી માટે કોઈપણ જવાબદારી, અથવા ઉપયોગને સ્વીકારે છે. તમારા ઉપયોગ માટે તમે જે કઈંપણ પસંદ કરો છો તે વાયરસ, વોર્મ્સ, ટ્રોજન અને વિનાશક પ્રકારની અન્ય વસ્તુઓ જેવી વસ્તુઓથી મુક્ત છે તેની ખાતરી કરવા માટે સાવચેતી રાખવાની જવાબદારી તમારી છે.


સેવાની ઍક્સેસ

જ્યારે અમે ખાતરી કરવા માટે પ્રયત્ન કરીએ છીએ કે વેબસાઇટ સામાન્ય રીતે દિવસમાં 24 કલાક ઉપલબ્ધ રહે, તો, જો કોઈ કારણસર વેબસાઇટ કોઈપણ સમયે અથવા કોઈપણ સમયાવધિ માટે અનુપલબ્ધ રહે તો તે માટે અમે જવાબદાર રહેશું નહીં.

સિસ્ટમ નિષ્ફળતાના, જાળવણી અથવા રીપેઅર ના કિસ્સામાં અથવા અમારા નિયંત્રણની બહારના કારણો માટે વેબસાઇટની ઍક્સેસ કામચાલાઉ રૂપે અને કોઈપણ સૂચના વિના સ્થગિત કરવામાં આવશે.


કૉપીરઈટ ઉલ્લંઘન ફરિયાદો

ઑ યુ પી ઇન્ટેલેક્ટુયલ પ્રોપર્ટી રાઇટ્સને સાચવી તેને ખૂબ જ ગંભીરતાથી લે છે. જો તમને એમ લાગે કે આ વેબસાઇટ પર મૂકાયેલ કોઈપણ વિષયવસ્તુથી તમારા કૉપીરઈટનો ભંગ થાય છે, અને તમે ઇચ્છતા હોવ કે તે વિષયવસ્તુ આ વેબસાઇટ પરથી પાછી ખેંચી લેવી જોઈએ તો તમો અમને નીચેની વિગતો સાથે ઈમેલ કે પત્ર દ્વારા જાણ કરી શકો :

 1. કૉપીરઈટ ધરાવનાર વ્યક્તિ અથવા જે કૉપીરઈટ ધારકનાં વતી કાર્યવાહી કરવા અધિકૃત છે તેવી વ્યક્તિની ફિઝીકલ  કે ઈલેક્ટ્રોનિક સહી.
 2. કૉપીરઈટનો ભંગ થયો છે તેવું વિષયવસ્તુ અથવા વિષયવસ્તુઓ કે પછી તેની યાદી.
 3. કૉપીરઈટનો ભંગ થયો છે તેવું વિષયવસ્તુ અથવા આ પ્રકારના ઉલ્લંઘનનું વિષયવસ્તુ કે જે ઑ યુ પીને આ પ્રકારના વિષયવસ્તુને જે તે ચોક્કસ જગ્યાએ શોધી દર્શાવી શકાય.
 4. તમારો સંપર્ક થઈ શકે તેવું સરનામું, ટેલિફોન નંબર અને જો પ્રાપ્ય હોય તો ઈમેલ એડ્ર્રેસ.
 5. એક નિવેદન કે જેમાં ફરિયાદની સામગ્રીનો ઉપયોગ સદભાવના પૂર્વક કરવામાં આવ્યો છે અને કૉપીરઈટ માલિક, તેના એજન્ટ અથવા કાયદા દ્વારા અધિકૃત નથી.
 6. એક નિવેદન કે જેમાં સૂચનાની માહિતી સચોટ છે અને ખોટી જુબાની હેઠળ તે દંડનીય છે તથા તમે કથિતરૂપે ઉલ્લંઘન કરેલા વિશિષ્ટ અધિકારના માલિક બની કાર્ય કરવા માટે અધિકૃત છો.

આપને વિનંતી છે કે આ નોટિસ અમારા અધિકૃત ડી એમ સી એ એજન્ટને નીચેના સરનામે મોકલશો:

ઈમેલ દ્વારા: dmca@oup.com

પત્ર દ્વારા: વૈધાનિક વિભાગ, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ગ્રેટ ક્લેર્ડન સ્ટ્રીટ, ઓક્સફર્ડ, OX26DP, યુનાઈટેડ કિંગડમ.


ઉપયોગકર્તા-નિર્મિત સામગ્રી

અમારી વેબસાઇટના ભાગો ઉપયોગકર્તાઓને તેમની પોતાની સામગ્રી અપલોડ કરવાની પરવાનગી આપી શકે છે. ઉપયોગકર્તાઓ દ્વારા અપલોડ કરેલી સામગ્રી OUP ના અભિપ્રાયોને અનિવાર્યપણે પ્રતિબિંબિત કરતી નથી. અમારી વેબસાઇટ પર સામગ્રી અપલોડ કરીને, તમે અમારા દિશાનિર્દેશોથી બાધ્ય થવા માટે સંમત થાઓ છો. તમે બાયંધરી આપો છો કે આવી કોઈપણ સામગ્રી તે દિશાનિર્દેશોનું પાલન કરે છે અને તે કે તમારી પાસે તે સામગ્રીમાંનાં અને તેના માટે તમામ આવશ્યક અધિકારો છે અને તે કે આવી સામગ્રી કોઈપણ તૃતીય પક્ષોષના કોઈપણ વ્યક્તિગત અથવા માલિકીવાળા અધિકારોનું ઉલ્લંઘન કરશે નહીં, તે કે આવી સામગ્રી તકનિકી રીતે નુકસાનકારક નથી (કમ્પ્યુટર વાયરસ, લૉજિક બૉમ્બ્સ, ટ્રોજન હોર્સેસ, વોર્મ્સ, હાનિકારક ઘટકો, દૂષિત ડેટા અથવા અન્ય દૂષિત સૉફ્ટવેર અથવા હાનિકારક ડેટા, સહિત, પરંતુ ત્યાં સુધી મર્યાદિત નહીં).

OUP, તેના સ્વનિર્ણયે, ઉપયોગકર્તાઓ દ્વારા પોસ્ટ કરાયેલ કોઈપણ સામગ્રી, જે OUP ને લાગે કે તે દિશાનિર્દેશોનું (લિંક) પાલન કરતી નથી અને/અથવા બદનક્ષીભરી, ગેરકાનૂની, ધમકીભરી, અશ્લીલ અથવા અન્યથા વાંધાજનક છે, તેની સમીક્ષા, સંપાદન અથવા હટાવવાનો અધિકાર આરક્ષિત રાખે છે. ઉપરોક્ત હોવા છતાં, OUP તમારી અથવા વેબસાઇટના કોઈપણ અન્ય ઉપયોગકર્તા દ્વારા અપલોડ કરેલી કોઈપણ સામગ્રી માટે કોઈપણ જવાબદારીને સ્પષ્ટપણે અસ્વીકારે છે. અમારી પાસે કાયદા અમલીકરણ સત્તાધિકારીઓને અથવા અમારી વેબસાઇટ પર તમારા દ્વારા પોસ્ટ અથવા અપલોડ કરાયેલ કોઈપણ સામગ્રી તૃતીય પક્ષના બૌદ્ધિક સંપદા અધિકારોનું અથવા ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે એવો દાવો કરનાર કોઈપણ તૃતીય પક્ષને તમારી ઓળખ જાહેર કરવાનો અધિકાર છે.


ઉપયોગકર્તા-નિર્મિત સામગ્રીનો ઉપયોગ કરવાનો OUP નો અધિકાર

અમારી વેબસાઇટ પર તમે અપલોડ કરો તે કોઈપણ સામગ્રી બિન-ગોપનીય ગણવામાં આવશે. એ વિચારણામાં કે OUP આ કાનૂની સૂચનાની (ઉપર વેબસાઇટની સામગ્રીનો ઉપયોગ જુઓ) અનુરૂપતા સાથે તમને આ વેબસાઇટનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે, તમે OUP ને બધી ભાષામાં કોઈપણ પ્રકારમાં અથવા અસ્તિત્વમાં હોય કે પછી ભલે સપાપ્ત થયેલ હોય તે કોઈપણ માધ્યમથી આવી સામગ્રીનો (અથવા તેનો કોઈપણ ભાગ) ઉપયોગ, સંપાદન, પ્રકાશન, પ્રદર્શન, લોકોને સંચાર કરવા અને એનું શોષણ કરવા માટે શાશ્વત, વિશ્વવ્યાપી, અટલ, રોયલ્ટી મુક્ત, તબદીલીપાત્ર, બિન-વિશિષ્ટ લાઇસન્સની પરવાનગી આપો છો. તમે અમારી વેબસાઇટ પર અપલોડ કરો તે કોઈપણ સામગ્રી માટેનાં કોઈપણ નૈતિક અધિકારોને જતા કરો છો (લેખક તરીકે ઓળખતા અધિકાર સહિત, પરંતુ ત્યાં સુધી મર્યદિત નહીં). અમે તમને ક્રેડિટ કરી શકીએ પરંતુ તમે સંમત થાઓ છો કે અમે એવું કરવા માટે બાધ્ય નથી.


સંયમન

અમે વેબસાઇટ પર પોસ્ટ થતી એ બધી સામગ્રીનું નિયમન કરવાનો અધિકાર સુરક્ષિત રાખીએ છીએ જે આ કાનૂની સૂચના અને/અથવા માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરતી હોય; પરિણામ સ્વરૂપે, કેટલીક પોસ્ટને પ્રકાશિત કરતા પહેલાં સંયમન માટે મોકલવામાં આવી શકે છે અને તેથી વેબસાઇટ પર પોસ્ટ દેખાવામાં વિલંબ થઈ શકે છે.


સ્થગિતતા અને સમાપ્તિ

અમે, અમારા સ્વનિર્ણયે, નક્કી કરીશું કે વેબસાઇટના તમારા ઉપયોગથી શું આ કાનૂની સૂચના અથવા દિશાનિર્દેશો [લિંક] નો ભંગ થયો છે કે કેમ. જ્યારે આ કાનૂની સૂચના અથવા દિશાનિર્દેશો ભંગ થાય છે, ત્યારે અમે આ કાનૂની સૂચના અથવા દિશાનિર્દેશોનું પાલન ન કરતા હોય તેવા ઉપયોગકર્તાને કોઈપણ ચેતવણી કે ચર્ચા વિના અવરોધિત કરવા અને પહેલાની તમામ પોસ્ટ્સ અને યોગદાનો દૂર કરવા સહિત, પરંતુ ત્યાં સુધી મર્યાદિત નહીં, અમને યોગ્ય લાગશે તેવી ક્રિયા કરીશું.

આ કાનૂની સૂચના અને/અથવા દિશાનિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ થવાથી તમારા વેબસાઇટને ઉપયોગ કરવાની ઍક્સેસ અને/અથવા અધિકારને તાત્કાલિક કામચલાઉ અથવા કાયમી રૂપે પાછા ખેંચી લેવામાં આવશે.


વેબસાઇટ્સની વૈશ્વીક પ્રકૃતિ

તમે વેબસાઇટની વૈશ્વિક પ્રકૃતિ ઓળખો છો અને તે માટે વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારા ક્ષેત્રાધિકારમાં તમામ લાગુ પડતાં કાયદાનું પાલન કરવા માટે સંમત થાઓ છો.

વેબસાઇટ પર અમે પ્રકાશિત કરીએ તે માહિતીમાં તમારા દેશમાં જાહેર અથવા ઉપલબ્ધ ન હોય તેવી અમારી ઑફર કરેલ સેવાઓ અને/અથવા ઉત્પાદનોના સંદર્ભ અથવા ક્રોસ-સંદર્ભનો સમાવેશ હોઈ શકે છે. આવા સંદર્ભોનો અર્થ એ નથી કે અમે તમારા દેશમાં આવી સેવાઓ અને/અથવા ઉત્પાદનોને જાહેર કરવાના હેતુસર છીએ.


ભાષા

આ કાનૂની સૂચના અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં આવી છે. જો આ કાનૂની સૂચનાનો અન્ય કોઈપણ ભાષામાં અનુવાદ કરવામાં આવશે, તો અંગ્રેજી ભાષાનું સંસ્કરણ પ્રચલિત રહેશે.


સંચાલન કાયદો

તમે સંમત થાઓ છો કે આ કાનૂની સૂચના સંપૂર્ણપણે ઈંગ્લેન્ડ અને વેલ્સમાંનાં કાયદા અને અદાલતોની અનુરૂપતા સાથે સંચાલિત થશે. ઉપરોક્ત હોવા છતાં, આ કાનૂની સૂચનામાં સામેલ કઈં પણ OUP ને તેના બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન માટે ક્રિયા કરવા માટે કોઈપણ ન્યાયાલયમાં અરજી કરવાથી અટકાવી શકતું નથી.


માલિકીની સ્થિતિ વિશે નોંધ

Oxforddictionaries.com અને તેના સબ-ડોમેન્સમાં કેટલાક શબ્દોનો સમાવેશ હોઈ શકે છે કે જેની પાસે ટ્રેડ માર્ક્સ અથવા અન્ય જેવી માલિકી સ્થિતિ હોય અથવા હોવાનો દાવો કરેલ હોય. તેમના સમાવેશનો અર્થ એ નથી કે તેઓએ કાનૂની સ્થિતિ, કાનૂની હેતુઓ માટે બિન-માલિકીની અથવા સામાન્ય મહત્વ કે તેમની ને લગતી અન્ય કોઈપણ ચુકાદો માટે મેળવેલ છે. એવા કિસ્સામાં જ્યાં સંપાદક સ્ટાફ પાસે કેટલાક પુરાવા હોય કે કોઈ શબ્દ માલિકી સ્થિતિ ધરાવે છે આ તે શબ્દ માટે પ્રવિષ્ટિમાં દર્શાવાયું છે પરંતુ એવા શબ્દોની કાનૂની સ્થિતિને લગતા કોઈ ચુકાદો બનાવાય અથવા એ પ્રમાણે ગર્ભિત કરવામાં આવ્યા નથી.

Oxford Dictionaries બ્લોગ પોસ્ટ્સ અને ટિપ્પણીઓમાં સમાવેશ કરતા અભિપ્રાયો અને અન્ય માહિતી Oxford University Press ના અભિપ્રાયો અથવા પરિસ્થિતિઓને અનિવાર્યપણે પ્રતિબિંબિત કરતી નથી.