ગોપનીયતા નીતિ

આ ગોપનીયતા નીતિ oxforddictionaries.com ("વેબસાઇટ") ખાતે આ વેબસાઇટ અને તેના સબડોમેન્સ માટે નિર્દિષ્ટ છે અને આ વેબસાઈટ અને તેના સબડોમેન્સના તમારા ઉપયોગનું નિયંત્રણ કરે છે.

Oxford University Press ("OUP", "અમે", "અમને" or "અમારું") તમારી ગોપનીયતાને ઑનલાઇન સંરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ગોપનીયતા નીતિ સમજાવે છે કે અમે આ કેવી રીતે કરીશું. અમે આ ગોપનીયતા નીતિની અમને પ્રાપ્ત થતી ટિપ્પણીઓના આધારે સમીક્ષા કરીશું તે માટે કૃપા કરીને નવીનતમ સંસ્કરણ તપાસો. જો તમે આ ગોપનીયતા નીતિ વિશે કોઈપણ પ્રશ્નો હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો

વેબસાઇટનો ઉપયોગ કરીને, તમે આ નિવેદનમાં વર્ણવેલ રીતો સ્વીકારો છો.


અમે કેવા પ્રકારની માહિતી એકત્રિત કરીએ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છે?

જ્યારે તમે વેબસાઇટની મુલાકાત લો, ત્યારે OUP માહિતી અને આંકડાઓ ભેગા કરી શકે છે જેમાં તમારી ઓળખ માહિતીનો સમાવેશ થાય છે. એકત્રિત કરેલ માહિતીમાં વેબસાઇટ પર તમારા વર્તન અને નેવિગેશનથી સંબંધિત માહિતી સામેલ હોય શકે છે. આ માહિતી અમને વપરાશકર્તાઓની રુચિઓ, વસ્તીશાસ્ત્ર અને વર્તન પર આંતરિક સંશોધન કરવાની મંજૂરી આપે છે જેથી અમે બહેતર સમજી શકીએ અને બદલામાં, તમને અને અન્ય ગ્રાહકોને બહેતર માહિતી, ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરી શકીએ.

જો તમે વેબસાઇટના વપરાશકર્તા તરીકે નોંધણી કરો અથવા વેબસાઇટ વિશે વધારાની માહિતી પૂછો, તો અમે તમારું નામ, ઈમેલ સરનામું, પોસ્ટલ સરનામું, અને અન્ય સંબંધિત વ્યક્તિગત માહિતી માટે પૂછીશું. આ રીતે સબમિટ કરેલ વ્યક્તિગત માહિતી અમારા ઍક્સેસ નિયંત્રણ ડેટાબેઝમાં, તૃતીય પક્ષ હોસ્ટિંગ કંપની દ્વારા હોસ્ટ કરાયેલ, અને OUP અને/અથવા અમારી સહાયક કંપનીઓ ખાતે અમારા ગ્રાહક ડેટાબેઝિસમાં ઉમેરવામાં આવે છે. જો તમે અમને કોઈપણ ફેરફારો વિશે જણાવો તો આ મહિતી અપડેટ કરવામાં આવશે.

જો તમે એક નોંધાયેલ ઉપયોગકર્તા હોવ, તો તમે નોંધાયેલ વપરાશકર્તા છો તે ચકાસવા માટે અને વેબસાઇટ પર કોઈપણ મર્યાદિત સામગ્રી અને ઉપયોગીતાનું વિતરણ કરવા માટે અમને સમર્થ બનાવવા માટે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરવામાં આવશે.

જો તમે ન્યૂઝલેટર પ્રાપ્ત કરવા માટે સાઇન અપ કરો છો, તો અમે તમને તમારા ઈમેલ સરનામા અને તમારા નામ માટે પૂછીશું અને આ માહિતીને અમારા ગ્રાહક ડેટાબેસીઝિસમાં ઉમેરવામાં આવશે.

જો તમે વેબસાઇટ પર સામગ્રી અપલોડ કરો છો, તો અમે કદાચ વેબસાઇટ પર તમારી પ્રોફાઇલ (એટલે કે, તમારું નામ અને દેશ) પ્રદર્શિત કરીશું.

અમે અમારા ગ્રાહક ડેટાબેઝિસમાંની માહિતીનો ઉપયોગ અમારા, અમારી સહાયક કંપનીઓ, અમારા ઉત્પાદનો અને સેવાઓ અને અમારી સહાયક કંપનીઓનાં ઉત્પાદનો અને સેવાઓ વિશેની માહિતી મોકલવા માટે કરીશું જે અમને લાગે કે તમારા માટે ઇલેક્ટ્રોનિક અથવા અન્ય રીતે રુચિની હોય શકે.

જ્યારે તમે નોંધાયેલ ઉપયોગકર્તા ખાતા વડે સંચાલન પ્રશ્નો, તકનીકી સમસ્યાઓ, વેબસાઇટ પર ટિપ્પણી કરવા માટે, અથવા જ્યારે તમે વેબસાઇટ પર ઉપલબ્ધ ઉત્પાદનો અને/ અથવા સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશેની માહિતી તમે પૂછવા માટે અમારો સંપર્ક કરો છો ત્યારે અમે તમારી પાસેથી વ્યક્તિગત માહિતી (જેમ કે તમારું નામ, ઈમેલ સરનામું અને અન્ય સંપર્ક માહિતીઓ) ની વિનંતી કરીએ છે. "અમારો સંપર્ક કરો" પૃષ્ઠ મારફતે તમારા દ્વારા સબમિટ કરેલ વ્યક્તિગત માહિતી અમારા ગ્રાહક ડેટાબેઝિસમાં ઉમેરવામાં આવશે નહીં અને અમે તેની માત્ર એટલા માટે વિનંતી કરીએ છીએ કે જેથી કરીને અમે તમારા પ્રશ્ન વિશે તમને પ્રતિસાદ આપી શકીએ. "અમને સંપર્ક કરો" પૃષ્ઠ મારફતે અમને સબમિટ કરેલ પ્રશ્નોના પ્રકારથી સંબંધિત આંકડા અમારા દ્વારા એક એકત્રિત ફૉર્મમાં સંકલિત કરવામાં આવી શકે જેથી અમે વેબસાઇટને અસરકારક રીતે મોનિટર કરી શકીએ અને સેવાના સ્તરોને સુધારી શકીએ. 

જો ભૂતકાળમાં તમે માહિતી માટે પૂછયું હોય અથવા વેબસાઇટ પર નોંધણી કરી હોય (અને ત્યારબાદ તમારું ઉપયોગ્કર્તા એકાઉન્ટ બંધ કર્યું હોય) અને તમે નથી ઈચ્છતા કે અમે તમારા વિશે માહિતી સંગ્રહ કરીએ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો અને અમે તમારી વિગતોને અમારા ગ્રાહક ડેટાબેઝિસમાંથી દૂર કરીશું. તમને વેબસાઇટ પર મર્યાદિત સામગ્રી અને ઉપયોગીતાની ઍક્સેસ આપવા માટે અમારે વર્તમાનના નોંધાયેલ ઉપયોગકર્તાઓ વિશે માહિતી સંગ્રહ કરવાની જરૂર પડે છે.

તમે અમને સૂચિત કરી શકો છો કે તમે સંપર્ક થવાના અથવા કોઈ ચોક્કસ દર્શાવેલ રીત સંપર્ક થવાના વિરુદ્ધ છો. તમે અમારો સંપર્ક કરવા માટે એક કરતા વધુ ઈમેલ સરનામાનો ઉપયોગ કરતા હોવ, તો કૃપા કરીને તમે ઉપયોગ કરતા હોય તે દરેક ઈમેલ એકાઉન્ટ વિશે અમને સૂચિત કરો .


અમે માહિતી ક્યારે શેર કરીએ છે?

અમે તૃતીય પક્ષોને તમારી વ્યક્તિગત માહિતી વેંચતા નથી.

અમે OUP ની અંદર તમારી માહિતી શેર કરીએ છે. અમે તમારી માહિતી અમારી સહાયક કંપનીઓ, લાઇસન્સર્સ અને સપ્લાયર્સ સાથે પણ શેર કરીએ છે, કે જે તમારા માટે ઉપલબ્ધ વેબસાઇટ બનાવવામાં અમને મદદ કરે છે (ઉ.દા. અમારા હોસ્ટિંગ સપ્લાયર).

અમારી વેબસાઇટ પર ઘણા બધા તૃતીય પક્ષની વેબસાઇટ્સની લિંક્સ છે. જો તમે તેમાંથી કોઈપણ વેબસાઇટની મુલાકાત લો, તો તેઓ માહિતી એકત્ર કરી શકે છે. આવી વેબસાઇટ્સ અમારા નિયંત્રણમાં નથી અને આ ગોપનીયતા નીતિ દ્વારા આવરાતી નથી. આ વેબસાઇટ્સની પોતાની ગોપનીયતા નીતિઓ હોય શકે છે અને અમે તે નીતિઓ માટે અમે કોઈ જવાબદારી કે જિમ્મેદારી સ્વીકારતા નથી. કૃપા કરીને આવી તૃતીય પક્ષ વેબસાઇટ્સ પર તમે કોઈપણ વ્યક્તિગત ડેટા સબમિટ કરો તે પહેલા તે નીતિઓ તપાસો.

જો અમે માનીએ છીએ કે વેબસાઇટનો તમારો ઉપયોગ ગેરકાનૂની અથવા અન્ય લોકોને હાનિ પહોંચાડે છે, તો આવા વર્તનને અટકાવવા માટે, તેના ઉપાય અથવા તેના સંબંધમાં પ્રક્રિયા કરવા માટે વિવેકપૂર્વક જરૂરી હોય તે હદ સુધી, અમે તમારા વિશે વેબસાઇટ મારફ્તે મેળવેલ માહિતીને તૃતીય પક્ષને જાહેર કરવાનો અધિકાર આરક્ષિત કરીએ છે.

અમે કોઈપણ કાયદાકીય ફરજનું પાલન કરવા માટે; તમારી સાથે કોઈપણ કરારો અથવા લાઇસન્સીસનું પાલન અથવા લાગુ કરવા માટે; અથવા OUP, અમારા કર્મચારીઓ, સહાયક કંપનીઓ, લાઇસન્સર્સ, સપ્લાયર્સ અને/અથવા અમારા ગ્રાહકોના અધિકારો, મિલકતની સુરક્ષિત કરવા અથવા તેમની સુરક્ષા માટે, તમારો વ્યક્તિગત ડેટા જાહેર અથવા શેર કરી શકીએ છે. આમાં છેતરપિંડી સંરક્ષણ અને ક્રેડિટ જોખમ ઘટાડવાના હેતુઓ માટે અન્ય કંપનીઓ અને સંસ્થાઓ સાથે માહિતી વિનિમય કરવાનું સામેલ છે.

જો અમારા વ્યવસાયનો કોઈપણ ભાગ (અમારી સહાયક કંપનીઓ સહિત) વેંચાય અથવા અન્ય વ્યવસાય સાથે એકીકૃત થાય, તો તમારી વિગતો અમારા સલાહકારો અને કોઈપણ સંભવિત ખરીદદાર અને તેમના સલાહકારોને જાહેર કરી શકાય.


કુકીઝનો ઉપયોગ

OUP વેબસાઇટ પર "કુકીઝ" અને અન્ય ટેક્નૉલોજિનો ઉપયોગ કરે છે. વેબસાઇટ પર "કુકીઝ" અને એવી અન્ય ટેકનોલોજીઝના OUP નાં ઉપયોગને નિયંત્રિત કરતા નિયમો અને શરતો OUP ની કુકી નીતિમાં દર્શાવેલા છે.  કુકી નીતિ અંગ્રજીમાં દેખાય છે. જો તમે તેને અન્ય ભાષામાં પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
આ વેબસાઇટનો ઉપયોગ કરીને, તમે અમારી કુકી નીતિનાં નિયમોથી બાધ્ય થવા માટે સંમત થાઓ છો.


સુરક્ષા

તમારી કેટલીક વ્યક્તિગત માહિતીનો સંગ્રહ અમારી તૃતીય પક્ષ હોસ્ટીંગ કંપની દ્વારા સંચાલિત ડેટા કેંદ્રમાં કરાય છે. અમારી તૃતીય પક્ષ હોસ્ટીંગ કંપની દ્વારા સંચાલિત ડેટા કેંદ્ર વિશેષ રૂપે ભૌતિક રીતે સુરક્ષિત રહેવા માટે અને માત્ર અધિકૃત વ્યક્તિને જ અંદર જવાની અનુમતિ આપવા માટે બનાવેલ છે, કે જે અમારા બધા ડેટાને ગોપનીય રાખવા માટે કરારબદ્ધ રીતે બાધ્ય છે.

અમારા ગ્રાહક ડેટાબેઝિસની ઍક્સેસ માત્ર 'જાણવાની જરૂરના આધારે' આપવામાં આવે છે.

અમે તમારા પાસેથી જે માહિતી એકત્રિત કરીએ છે તે યુરોપિયન આર્થિક ક્ષેત્રની બહારના સ્થાન પર સ્થાનાંતરિત અને સંગ્રહીત કરી શકાય છે. EEA ની બહાર કાર્ય કરતા સ્ટાફ જે અમારા, અમારી સહાયક કંપનીઓ અથવા અમારા સપલાઇર્સમાંથી એક માટે કાર્ય કરે છે તેમના દ્વારા પણ તેની પ્રક્રિયા કરી શકાય છે. જો કે, તમારી માહિતીની સુરક્ષાને સુધારવા પ્રયાસ કરવા માટે અમે ઉપર રેખાંકિત કરેલ પગલાં લીધા છે. વેબસાઇટનો ઉપયોગ કરીને, તમે આ સ્થાનાંતરોને સંમતિ આપો છો.


તમારી વિગતો અપડેટ કરવી

જો તમે OUP ને પ્રદાન કરેલ હોય તે કોઈપણ માહિતી બદલાય ઉ.દા. જો તમે તમારું ઇમેલ સરનામું બદલો, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો અને અમને સાચી વિગતો જણાવો.


અમારી ગોપનીયતા નીતિમાં ફેરફારો

અમે આ ગોપનીયતા નીતિમાં ફેરફારો કરવાનો અધિકાર ધરાવીએ છે. આ ગોપનીયતા નીતિમાં અમે કરીએ તે કોઈપણ ફેરફારો આ પૃષ્ઠ પર પોસ્ટ કરવામાં આવશે અને, જ્યાં યોગ્ય હશે, તમને ઇમેલ દ્વારા સૂચિત કરવામાં આવશે.


ભાષા

આ ગોપનીયતા નીતિ અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં આવી છે. જો આ ગોપનીયતા નીતિનો અન્ય કોઈપણ ભાષામાં અનુવાદ કરવામાં આવશે, તો અંગ્રેજી ભાષાનું સંસ્કરણ પ્રચલિત રહેશે. 


સંચાલન કાયદો

તમે સંમત થાઓ છો કે આ ગોપનીયતા નીતિ સંપૂર્ણપણે ઈંગ્લેન્ડ અને વેલ્સમાંનાં કાયદા અને અદાલતોની અનુરૂપતા સાથે સંચાલિત થશે.