Gujarati village life header. 530x226jpg

જામનગરના ગામોની સફર

જામનગરના ગામોની  સફર
જામનગર ગુજરાત રાજયનો એક  જિલ્લો છે. જામનગર સોરઠમાં આવેલું છે. સોરઠ, કાઠિયાવાડ કે સૌરષ્ટ્ર, ગુજરાતના દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. કાઠિયાવાડનો વિસ્તાર લગભગ ૬૬,૦૦૦ કિ.મી. છે.

અનેક ગામડાઓ અને મોટા શહેરો અને તાલુકાઓમાં  જામનગર જિલ્લાનુ સૌથી મોટું શહેર છે.  અમારા પૂર્વજો હાલારી ઓશવાળ કુળના વંશજો છે. ૫હેલા ગામડામાં હાલારી પ્રજાનો વસવાટ હતો. થોડા સમય પહેલા, ઘણા વર્ષો બાદ, મેં અમારા પૂર્વજોની જમીન,ખંડિત થયેલ મકાન, વંડાઓ અને ખેતરો જોયા. હાલમાં, અમારા કોઈ સગા ગામડે રહેતા નથી.

ગામડાનું જીવન અદભુત છે. ઘણા લેખકો અને કવિઓ ગામડાના જીવનું સુંદર વર્ણન કરેલું છે. શાંતિ અને સ્વતંત્રતા કેવી રીતે મેળવવી તે તો ગામ અને ત્યાંના રહેવાસી શીખવાડે. વહેલા ઊઠી સૂર્ય દર્શન અને ચા નાસ્તો કરીને, લોકો ખેતર અને બજારમાં જાય છે.

ખુલી હવા, ખુલા ખેતરો, પ્રાચીન આકૃત્તિના બારણાં અને બારીઓથી સજાવેલા મકાનો, આ બધી ગામની પ્રથમ પહેચાન છે. ચોમાસા આગમન પેહેલા, હું અમારા ગામમાં પહોંચી ચુક્યો હતો. અમારા સગા સબંધી તો ગામડે કોઈ નથી, પણ ગામના લોકોને ઓળખાણ આપી એટલે ગામના મોટા ભાગના રહેવાસી મળવા આવી પહોંચ્યા. આ થઇ ગામની બીજી પહેચાન છે. લોકપ્રિયતા બહાર ગોતવા નથી જતા, ગામના લોકોને જ લોકપ્રિય માને છે. માત્ર બકરીના દૂધથી બનેલી ઘાટી ચા અને મેળાવડાનું આયોજન તરત થઇ ગયું.

ચોમાસાની ઋતુની શરૂઆત પેહેલા ગામમાં સખત ગરમી અને લુ પડે છે. આ મોસમમાં ભોજન પણ બદલાય જાય છે. ઠંડી છાશ અને દહીં, ઠંડા પીણા વરિયાળીનું પાણી ખુબ પીવાય છે. જમવામાં ઠંડી છાશ, બાજરાના રોટલા, ગોળ, ડુંગળી, ઉધિયું અને સેવ ટામેટાનું શાક પીરસાય છે. આ છે ગામના લોકોની ત્રીજી પહેચાન. ગામના લોકોની ખાતીરદારી વિશે ઘણા કવિઓ લખ્યું છે. ગામના લોકો એમ કહે છે કે મેહમાન આવે એટલે ભેગા જમીયે, અને શેહેરના લોકો એમ કહે કે મહેમાન જાય પછી જમીયે. આ તફાવત ગામડામાં ખાસ જોવા મળે છે.

ચોમાસાનો પેહેલો વરસાદ આવે તે પેહેલા ખેડૂતો બીજ વાવી દે છે. આ સમયે ખેતર લીલું તો નથી દેખાતું, પણ જમીનની તાજી ખુશ્બુ મહેકે છે. બળદના જોંટા ખેતર ખેડે, અને મજૂરો બીજ વાવે. વરસાદની રાહ જોઈ અને પછી ઉનાળાની તૈયારી કરે છે. તે વચ્ચેના સમયમાં ખેડૂતો વાવેતરનું ધ્યાન રાખે છે. વરસાદ પડે એટલે જમીન લીલીછમ થઇ જાય છે.

ગામડાના ઘરોનું વર્ણન ખુબજ સુંદર રીતે થાય છે. ગામડાના મકાનમાં ભીતે ભીતે છાણા હોય. મકાનોના છત પર દેસી નળીયા હોય જેનાથી ગરમી ઓછી લાગે. ગામડાના મકાનમાં મોટા વીઘાના ફળિયા હોય. લાકડાના થાંભલા છતને આધાર આપે છે. દેશી પલંગ તો એક હસ્તકલા છે. આ પલંગમાં, કેતકીનાં પાનના રેસાની, અદભુત ગૂંથેલી રચનાઓ દેખાય છે. આ ખાટલા આરામદાયક હોય છે. ગરમીમાં લોકો ફળિયામાં ઊંઘે છે. બધા ઘરોમાં ઢોર રાખેલા હોય છે. ભારતીય સંસ્કૃતિ અને પ્રણાલિકા મુજબ લોકો આ ઢોરોની સેવા કરે છે.


ગામડા વિષે લખવા જાઉં તો કિતાબો ભરાઈ જાય. અંતે તો એટલું જ કહેવાય, શહેર કરતા ગામડા સારા હોય, માણસ દિલના મોટા હોય. ગામડાના ઘરોના ઓટલે ઓટલે, સંસ્કૃતિ અને આદર જોવા મળે છે.


By Mr Bhavik Jayindra Shah, who is a Member of the Visa Oshwal Community of Nairobi (VOC), Kenya, and the Oshwal Education and Relief Board (OERB) having held the positions of Joint Secretary for VOC, and a Honorary Treasurer for OERB. Bhavik is also one of our Gujarati Language Champions.