Diwali header

દિવાળી - પ્રકાશ અને માર્ગદર્શનનો તહેવાર

દિવાળી એટલે હિન્દૂ પંચાંગનો અંતિમ તહેવાર. એમ કહેવાય‌ છે કે હોળી બધાજ તહેવારોનો આરંભ કરે છે અને દિવાળી તહેવારોની સમાપ્તિ કરે છે.


દિવાળીનો મહત્વ બન્ને હિન્દૂ અને જૈન ધર્મમા અપરિમિત છે.

હિન્દૂ ધર્મમા દિવાળીનો મહિમા એટલે અપાર છે, કારણકે દિવાળી પ્રતીક છે, કે અધર્મ ઉપર ધર્મ અને સત્યનો હંમેશાં વિજય થશે. ભગવાન રામ, દેવી સિતા, ભગવાન હનુમાન અને લક્ષ્મણ જયારે ચૌદ વર્ષનો વનવાસ સહન કરીને અને રાવણનું વિનાશ કરીને આવયા, તેના માનમાં દિવાળી ઊજવાય છે. શ્રી રામ અને લક્ષ્મણ બન્ને, અધર્મ અને દાનવોના અધિનાયકનો નાશ કરીને આયોધ્યા પાછા આવ્યા, ત્યારે આયોધ્યાની જનતા ઝગમગતા દિવાથી તેમનું સ્વાગત કર્યું.  

જૈન ધર્મમા દિવાળીનો અગત્ય અલગ છે. આ શુભ અને મંગલ અવસરે, ભગવાન મહાવીર, જૈન ધર્મના ૨૪માં અને આખરી તીર્થંકરના આત્માને મોક્શ મળ્યો. ભગવાન મહાવીર, જન્મ અને મૃત્યુના ચક્ર માંથી મુક્ત થય ગયા. ભગવાન મહાવીરે જૈન ધર્મના અમૂલ્ય સિદ્ધાંતોનો, વિશ્વભરમાં પ્રચાર કર્યો. જૈન ધર્મના સત્ય, અહિમ્સા, અપરિગ્રહ, એનાકાંતવાદ અને અન્ય સિદ્ધાંતો ભગવાન મહાવીરે વિશ્વમાં પ્રોત્સાહન કર્યો છે.

હિન્દૂ ભકતો, કેન્યામાં દીપાવલીના તહેવાર વિભિન્ન રીતે ઊજવવે છે. ગૃહના શોધનથી દીપાવલીનું સ્વાગત થાય છે. મહિલાઓ ઘેરથી વિવિધ, રંગબેરંગી અને સ્વાદિષ્ટ પ્રકારની વાનગીઓ રાંધે છે. ફરસાણમાં મઠિયા અને મીઠાઇમાં તો અનેકરૂપતા, આકારના અને રંગીન, મિષ્ટાણ રાંધે છે. ઘૂઘરા, કાજુ કતરી, શ્રીફળની ચોકલેટ, પિનવ્હીલ, અને બીજી અનેક મીઠાઇઓ ધરો ધર પીરશાય છે. નાના બાળકો, તેમજ યુવાનો, પ્રકાર પ્રકાર ના ફટાકડા ફોડે છે. ફૂલજરી, લવિંગયા, સૂત્રી બૉમ્બ, ફુવારા, જલેબી, તીરતીર જેવા વિવિધ ફટાકડા ફોટે છે.

જૈન ભાવિકો,  કેન્યામાં દિપાલિકા અલગ પ્રણાલિકાથી ઉજજવે છે. તેઓ સ્વાદિષ્ટ વાનગીઓ રાંધે છે. જૈન ભકતો જે ધર્મમાં ચુસ્ત છે, તેઓ ફટાકડા નથી સળગાવતા. અહિમ્સાના માર્ગ પર ચાલનારા, દેરાસરજી માં ભગવાનના દર્શન કરીને, દિપાલિકાની બોણી કરવા, પોતપોતાના ધંધે જાય છે. સાંજના સમયે, જૈનો સમુદાય સમાજમાં જાય છે. સમાજના દર્શન કરીને, બધા એક બીજાને, દિપાલિકા અને નુતન વર્ષની શુભેછા આપે છે.

બીજે દિવસે નવા વર્ષની સુપ્રભાત લાવે છે. હિન્દૂ અને જૈન ભક્તો, સગા સંબંધીઓ, હેતુ મિત્રો ના ઘેર જાય છે. શુભેછા આપી મીઠું મોં કરે છે.

નવા વર્ષની શરૂઆત પ્રેમ અને લાગણીથી થાય છે. આ દિવસ માર્ગ દર્શાવે છે, અહિંસા, અપરિગ્રહ, એનાકાંતવાદ અને સત્યનો જીવનમાં પ્રોત્સાહન આપે છે.

ભાવિક શાહ