અક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક

નપુંસક લિંગ

 • 1

  દુઃખ.

 • 2

  અઘ; પાપ.

મૂળ

सं.

અંકે ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંકે

અવ્યય

 • 1

  રકમનો આંકડો શબ્દોમાં. ઉદા૰ અંકે પચાસ.

અંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંક

પુંલિંગ

 • 1

  આંકો; ચિહ્ન.

 • 2

  સંખ્યાનું ચિહ્ન; આંકડો.

 • 3

  ડાઘો; કલંક, જેમ કે ચંદ્રમાં.

 • 4

  ખોળો.

 • 5

  નાટકનો વિભાગ.

 • 6

  ટેક.

મૂળ

सं.

અંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંક

સ્ત્રીલિંગ

 • 1

  બાથ; આલિંગન; ભેટવું તે.

મૂળ

दे. अंकिअ