અમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમત

વિશેષણ

  • 1

    નહિ વિચારાયેલું; નહિ સ્વીકારાયેલું.

મૂળ

सं.

અમૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમૃત

વિશેષણ

  • 1

    મૃત નહિ તેવું.

  • 2

    અવિનાશી; અમર.

મૂળ

सं.

અમૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમૃત

નપુંસક લિંગ

  • 1

    અમર કરે એવો માનેલો એક રસ.