અવળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવળ

વિશેષણ

 • 1

  (એકલું ભાગ્યે વપરાય છે.) અવળું; ઊંધું; ઊલટું.

 • 2

  વાંકું; આડું; પ્રતિકૂલ.

 • 3

  ખોટું.

અવળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવળું

વિશેષણ

 • 1

  ઊંધું; ઊલટું.

 • 2

  વાંકું; આડું; પ્રતિકૂલ.

 • 3

  ખોટું.

અવળૈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવળૈ

સ્ત્રીલિંગ

 • 1

  ઘણાં વસાણાંવાળો સુવાવડીનો એક ચાટો; બત્રીસું.

મૂળ

सं. अवलेह?

અવેળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવેળું

અવ્યય

 • 1

  અ૰ કવખતે.

 • 2

  અંતરિયાળ.

મૂળ

જુઓ અવેળા