આગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગળ

અવ્યય

 • 1

  અગાઉ; પૂર્વે.

 • 2

  પાસે; કને.

 • 3

  સન્મુખ; સામે.

 • 4

  બહાર; જાહેરમાં.

 • 5

  ભવિષ્યમાં; હવે પછી.

આંગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગળ

નપુંસક લિંગ

 • 1

  આંગળી.

 • 2

  આંગળી જેટલી લંબાઈ; તસુ; ઇંચ.

 • 3

  દસની સંજ્ઞા.

મૂળ

सं. अंगुल

આંગળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગળું

નપુંસક લિંગ

 • 1

  આંગળી; હાથપગના પંજા આગળના પાંચ અવયવોમાંનો દરેક અવયવ.

આગળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગળું

વિશેષણ

 • 1

  ચડિયાતું; શ્રેષ્ઠ.

મૂળ

જુઓ આગલું