આંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંકવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  આંકો કે નિશાની પાડવી; માપ દર્શાવતા આંકા પાડવા.

 • 2

  (લખવા માટે સીધી) લીટી દોરવી.

 • 3

  કસ-કિંમતનો અડસટ્ટો કાઢવો.

 • 4

  ડામીને નિશાની પાડવી જેથી ઓળખાય.

 • 5

  લાક્ષણિક ખાસ કામ માટે નામ પાડી ફંડ કે રકમ અલગ કરવી ('ઇયરમાર્ક'); અંકિત કરવું (ફંડ).

મૂળ

सं. अंक्