આસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસન

નપુંસક લિંગ

 • 1

  બેસવાની જગા.

 • 2

  બેસવા, સૂવાની કે ઊભા રહેવાની ઢબ.

 • 3

  અષ્ટાંગ યોગનું એક અંગ, જેમાં શરીરને અમુક ઢબે વળાય છે.

 • 4

  આસનિયું; બેસવાની વસ્તુ.

 • 5

  ચોપડી ટેકવવાની વસ્તુ.

 • 6

  ચોપડી અથવા પત્રકમાં પાડેલો કોઠો; ખાનું.

 • 7

  બાવો જમાવે તે પડાવ; મઠ.

 • 8

  જીવ-કીડા ઉત્પન્ન કરે એવી વસ્તુ-રજ.

 • 9

  એક ઔષધિ; આસંધ.

મૂળ

सं.