ઉઘાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઘાડ

પુંલિંગ

 • 1

  આકાશ વાદળાં વિનાનું થઈ તડકો નીકળે તે.

 • 2

  લાક્ષણિક ઉદય; લાભ.

મૂળ

सं. उदघाट, प्रा. उग्घाड

ઉઘાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઘાડું

વિશેષણ

 • 1

  ખુલ્લું; નહિ ઢાંકેલું; નહિ વાસેલું; નહિ બિડાયેલું.

 • 2

  નહિ ઓઢેલું પહેરેલું કે શણગારેલું-(ઓછું કે પૂરું) નાગું.

 • 3

  ચોખ્ખું; સ્પષ્ટ; સરળ; સૌને સમજાય તેવું.

 • 4

  પ્રગટ; છચોક; જાહેર; સૌની નજર સામે પડેલું; ખાનગી નહિ તેવું.

 • 5

  લાક્ષણિક નિર્લજ્જ; નાગું (જેમ કે ઉઘાડ ગાળ).

 • 6

  અરક્ષિત.

મૂળ

प्रा. उग्घाड, જુઓ ઉઘાડવું