ઉઠાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઠાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઊંચકવું; ઉપાડવું.

 • 2

  નજર ચુકાવવી; ધીમેથી ઉપાડી જવું-ચોરવું.

 • 3

  (ખૂબ) ખાવું.

 • 4

  ઉઠાડવું; જગાડવું.

 • 5

  ઊભું કરવું; અસ્તિત્વમાં આણવું; તૈયાર કરવું.

 • 6

  પાળવું; માનવું; બજાવવું (જેમ કે, હુકમ, ચાકરી, તાબેદારી, આજ્ઞા ઇ૰ સાથે).

મૂળ

सं. उत्+स्थापय्, प्रा. उट्ठाव