ઉતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉતાર

પુંલિંગ

 • 1

  ઊતરાય એવું હોવું તે કે તેવું (નદી ઇ૰ નું) સ્થાન; ઉતરણ.

 • 2

  પાણી ઊતરી જવું તે; ઓટ.

 • 3

  (કેફ, ઝેર, ખરાબ અસર, કડક દવા વગેરેને) ઉતારવાનો–દૂર કરવાનો ઉપાય.

 • 4

  ભૂતપ્રેતની અસર કાઢવા માટે માથેથી ઉતારેલું હોય તે.

 • 5

  (પાક કે તાલ) ઊતરે તે ઉત્પાદન કે તેનું માપ; પેદાશ.

 • 6

  લાક્ષણિક તદ્દન નકામું અથવા ભૂંડામાં ભૂંડું માણસ કે તેવાનું જૂથ ('… નો ઉતાર' એવો પ્રયોગ થાય છે. ઉદા૰ આખા ગામનો ઉતાર ત્યાં ભેગો થયો છે.).

મૂળ

ઉતારવું

ઉતારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉતારુ

પુંલિંગ

 • 1

  પ્રવાસી; મુસાફર.

 • 2

  ઉતારો કરનાર (વીશી ધર્મશાળાના ઉતારુઓ).

મૂળ

જુઓ ઉતારવું; સર૰ हिं., म.