ઉતારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા
ઉતારવું
સકર્મક ક્રિયાપદ
- 1
ઊતરે એમ કરવું; 'ઊતરવું'નું પ્રેરક.
જુઓ ઊતરવું - 2
ઉપરથી નીચે મૂકવું; (પાયરી કે દરજ્જો) નીચો કરવો.
- 3
ઘાટ કાઢવો (જેમ કે, ભમરડો સંઘાડા પર ઉતારવો; કુંભાર ઘાટ ઉતારે).
- 4
ધાર કાઢવી.
- 5
લખવું; નકલ કરવી.
- 6
ઝેરની અસરથી મુક્ત કરવું.
- 7
પાર લઈ જવું.
- 8
વળગાટ કાઢવા માથે ફેરવવું.
મૂળ
प्रा. अवतार, प्रा. उत्तार