ગુજરાતી

માં ઉપરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઉપરું1ઉપર2ઉપર3

ઉપરું1

વિશેષણ

 • 1

  પાસાભેર.

 • 2

  ઊભું (જેમ કે, ખાટલો ઉફરો કરવો).

મૂળ

सं. उपरि, प्रा. उप्परि

ગુજરાતી

માં ઉપરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઉપરું1ઉપર2ઉપર3

ઉપર2

નપુંસક લિંગ

 • 1

  + ઉપરાણું; વહાર.

ગુજરાતી

માં ઉપરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઉપરું1ઉપર2ઉપર3

ઉપર3

ક્રિયાવિશેષણ

 • 1

  પર; ઊંચે. ઉદા૰ 'ઉપર આકાશ ને નીચે ધરતી'; (ક્રિ૰વિ૰ તરીકે).

 • 2

  સ્થાન કે ક્રમથી જોતાં નીચે કે પાછળ નહિ પણ એથી ઊલટું (નામયોગી અ૰ તરીકે) ઉદા૰ 'ઘર ઉપર'.

 • 3

  -ના કરતાં વધારે; ઉપરાંત. ઉદા૰ 'સો ઉપર ખર્ચ થશે'.

 • 4

  (-ના કરતાં) ચડિયાતું કે આગળ આવે એમ. ઉદા૰ 'વર્ગમાં તે ઉપર રહે છે.' 'ઘરમાં એનો હાથ ઉપર છે.' 'તેનું સ્થાન ઉપર છે.'.

 • 5

  અગાઉ; પૂર્વે. ઉદા૰ 'વેદો હજારો વર્ષ ઉપર લખાયા'.'ઉપર લખ્યા પ્રમાણે'.

 • 6

  (કોઈ ભાવની સાથે શ૰પ્ર૰ માં)-ની પ્રત્યે. ઉદા૰ 'પશુ ઉપર દયા, ક્રોધ, ક્રૂરતા' ઇ૰. 'મારી ઉપર રોફ ન માર, ક્રોધ ન કર'.

 • 7

  -ના આધારે,-ને લઈને, -ને કારણે. ઉદા૰ 'શા ઉપર આ કૂદાકૂદ છે? ''બાપના પૈસા પર તાગડધિન્ના ના કરો.' એના કહ્યા ઉપર આટલું બધું લાગી જાય?'.

 • 8

  -ની આડથી; -ને આધારે. ઉદા૰ 'ઘર કે માલ ઉપર પૈસા ધીરે છે.'.

કૃદંત​

 • 1

  સાથે આવતાં, તે ક્રિયા થયે કે થાય ત્યારે કે ત્યાર પછી કે થાય એટલે. ઉદા૰ 'ખબર આવ્યા ઉપર હું જઈ આવીશ.' 'નેતાઓ છૂટયા ઉપર કાંઈ થાય.' 'તેના આવવા ઉપર સભા મુલતવી રાખી.'.

 • 2

  વિષે; બાબતમાં. ઉદા૰ 'ગાય ઉપર નિબંધ લખો.' 'એના વ્યાખ્યાન ઉપર મારે કાંઈ કહેવાનું નથી.'.

 • 3

  -ના કિનારા ઉપર, -ને કિનારે. ઉદા૰ 'કાશી ગંગા ઉપર છે.' 'તે નદી ઉપર ફરવા ગયો.' 'તે તળાવ ઉપર બેઠો છે.'.

 • 4

  -ની લગોલગ. ઉદા૰ તેઓ મારામારી પર પહોંચ્યા.' 'હવે તે પૂરું થવા ઉપર છે.'.

 • 5

  -સપાટી ઉપર (પ્રાયઃપ્રવાહી સાથે). ઉદા૰ 'મલાઈ ઉપર આવી.' 'પડયો તેવો તો ઉપર આવ્યો, પછી ડૂબી ગયો.' છેવટે તે વાત ઉપર આવી.'.

 • 6

  (સાતમી વિભક્તિનો ભાવ બતાવે છે.) તે જગાએ, સ્થાને. ઉદા૰ 'દુકાન ઉપર કોણ બેસે છે?' 'ઘર ઉપર આવજો'. 'મન ઉપર અસર થઈ.' 'કામ ઉપર હોઉં ત્યારે'.

મૂળ

सं. उपरि