ઊઘડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊઘડવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  લાક્ષણિક ઉઘાડું થવું; ખૂલવું (જેમ કે, બારણું, શાળા, મકાન, પેટી, વાસણ; વાત, રહસ્ય, પાપ ઇ૰).

 • 2

  લાક્ષણિક ખીલવું; પ્રફુલ્લ થવું (જેમ કે, ફૂલ, કળી ઇ૰; નસીબ).

 • 3

  સાફ–સ્પષ્ટ થવું; નીકળવું (જેમ કે, રંગ, આકાશ ઇ૰).

 • 4

  અર્થ સરવો; કલ્યાણ થવું (જેમ કે, એમાં તારું શું ઉઘડ્યું?).

 • 5

  નવેસર ઊઘડવું (જેમ કે, નિશાળ ઊઘડી.).

મૂળ

सं. उद्घट्, प्रा. उग्धड