ઊંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચ

વિશેષણ

 • 1

  ઉચ્ચ; ચડિયાતું.

 • 2

  ઉમદા.

મૂળ

सं. उच्च

ઊંચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચું

વિશેષણ

 • 1

  સપાટી કે બેસણીની ઉપર ઊભું આવેલું કે ઊઠતું ('નીચું'થી ઊલટું).

 • 2

  ઉચ્ચ; ચડિયાતું; ઉમદા (કદ, પ્રમાણ, ગુણ, દરજ્જો ઇ૰ માં વધારે કે ચડિયાતું. જેમકે, ઊંચો ઢગલો, ઊંચો ભાવ, કિંમત, મત વગેરે).

 • 3

  અતિ તાણેલ, લંબાવેલ (સૂર કે અવાજ); ઊંચા સ્વર–સપ્તકનું (સંગીતમાં).

 • 4

  જંપ, નિરાંત કે શાંતિ સમાધાન વગરનું; અણબનાવવાળું (મન; શ્વાસ; જીવ).

મૂળ

सं. उच्च

ઊંચે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચે

અવ્યય

 • 1

  સપાટીથી ઉપર; ઊંચી-ઊંચાણવાળી જગાએ; ઊંચી દિશામાં,માથા ઉપર.