ઊછળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊછળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઊંચે જવું-ફેંકાવું.

 • 2

  ઉછાળો મારવો.

 • 3

  છલંગ મારવી; કૂદવું.

 • 4

  છૂટે હાથે વાપરવું. (લાકડી, તલવાર, વસ્તુ ઇત્યાદિનું).

 • 5

  ખૂબ વધી જવું (જેમ કે,ભાવ).

 • 6

  કોઇ જોશ કે આવેશમાં આવવું; મિજાજ-ગુસ્સો કરવો. ઉદા૰ 'શું જોઈને આમ ઊછળતો હશે?' 'એ તેના પર બહુ ઉછળ્યો!'.

મૂળ

सं. उत्+शल, प्रा. उच्छल