ઊડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હવામાં અધ્ધર જવું.

  • 2

    જોરથી ચાલવું; દોડવું (જેમ કે, ઘોડો પવનવેગે ઊડ્યો.).

  • 3

    જવું; ભાગવું; નાસી જવું. (જેમકે અત્યારે તે ક્યાં ઊડ્યો છે? ઊંઘ ઊડવી=ઊંઘ પૂરી થવી).

  • 4

    ફીકું પડવું અને જતું રહેવું (રંગ ઇત્યાદિ).

  • 5

    ખપી જવું (વસ્તુ, માલ ઇત્યાદિ).

  • 6

    કલ્પનામાં ચગવું; ગગન વિહાર કરવો.

  • 7

    (વાત, ગપ, ખબર ઇ૰) ફેલાવું; પ્રસરવું.

  • 8

    (તલવાર, લાઠી, બંદૂક, તોપ, ઇ૰ હથિયાર) હવામાં બરોબર ચગવું, વપરાવું.

  • 9

    ચેપ ફેલાવો (જેમ કે, આખે શરીરે ચેપ ઊડવો; રોગ ફેલાવો).

  • 10

    ચડી આવવું; ધસી જવું; લડવા કૂદી પડવું. (જેમ કે, તેનો શો વાંક કે તેના પર તમે ઊડ્યા?).

  • 11

    (તકરાર અધ્યાહાર રહીને સ્ત્રી૰માં) ઊડવી=તકરાર કે લડાઈ થવી; વાંધો પડવો.

  • 12

    (પરીક્ષામાં) નપાસ થવું.

મૂળ

सं. उड्डी