ગુજરાતી

માં ઊભની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊભ1ઊભું2

ઊભ1

વિશેષણ

 • 1

  જરાક ઊંચું હોય એવું; ઊભું.

ગુજરાતી

માં ઊભની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊભ1ઊભું2

ઊભું2

વિશેષણ

 • 1

  ઊભેલું.

 • 2

  થંભેલું; થોભેલું; ચાલતું બંધ થયેલું (જેમ કે, ગાડી ઊભી છે.).

 • 3

  ટટાર; સીધું.

 • 4

  સીધા-એકદમ બહુ ઢાળના ચડાણવાળું (જેમ કે, ઊભી ભેખડ).

 • 5

  અપૂર્ણ; ચાલુ; આગળ ચાલવાની કે પૂરું થવાની વાટ જોતું કે પૂરું કરવાનું બાકી (જેમ કે, આ કામ તો હજી ઊભું છે; ઊભો પાક=લણવાનો બાકી-ખેતરમાં ઊભેલો પાક).

 • 6

  સીધું; આખું એક લાંબા પટમાં પડેલું (ઊભો રસ્તો; ઊભે બરડે બે લગાવવી જોઇએ.).

 • 7

  હયાત; મોજૂદ (ઊભો ધણી).

 • 8

  સપાટીને લંબ દિશાએ આવેલું (જેમ કે, ઊભી લીટી; ઊલટું-આડી લીટી).

મૂળ

सं. ऊर्ध्व, प्रा. उब्म