ઍક્સ્પ્રેશનિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્સ્પ્રેશનિઝમ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    અભિવ્યક્તિવાદ; અભિવ્યંજનાવાદ; શહેરીકરણ, સંસ્કૃતિ-હ્રાસ વગેરેનાં વિઘાતક પરિણામો ધરાવતા વાસ્તવવાદના પ્રતિકારરૂપે ૧૯મી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધમાં ઉદ્ભવેલો કલાવાદ. તેમાં અમૂર્તતા, આત્યંતિક્તા, આદિમતા, કલ્પનાતરંગની અતિશયતા તેમ પ્રતીકાત્મકતા વગેરેની મદદથી રંગદર્શી અભિગમથી મનોગતને વ્યક્ત કરવાની રીતિ અખત્યાર કરવામાં આવેલી, જે ચિત્રમાં તેમ જ સાહિત્યમાં કેટલાક સમય પ્રવર્તી. અભિનવગુપ્તના તેમ જ ક્રૉચેના અભિવ્યક્તિવાદથી આ વાદ જુદો છે.

મૂળ

इं.