ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

 • 1

  કંઠસ્થાની પહેલો વ્યંજન.

 • 2

  વિષ્ણુ.

 • 3

  પાણી.

 • 4

  અગ્નિ.

 • 5

  સૂર્ય.

 • 6

  (પ્રાય: બહુવ્રીહિ સમાસને અંતે, અર્થવૃધ્ધિ કર્યા વગર આવે છે.) દા.ત. હિંસાત્મક; ક્લેશમૂલક; રાગપૂર્વક.

 • 7

  નામ કે વિ૰ને લગતો તદ્ધિત પ્રત્યય-અલ્પતા, વહાલ બતાવે છે; નકામો પણ આવે છે. દા. ત. બાલક; થોડુંક, જરાક, ઘડીક, કકડીક.

મૂળ

सं.

કુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુ

સ્ત્રીલિંગ

 • 1

  પૃથ્વી.

કે ની ગુજરાતીમાં વ્યાખ્યા

કે

અવ્યય

 • 1

  અથવા; યા; વા.

 • 2

  આકાંક્ષાસૂચક ઉભયાન્વયી. ઉદા૰ 'મે એને કહ્યું કે આવ; કારણ કે; જેમ કે; કેમ કે?.

 • 3

  વાક્યને અંતે આવતાં પ્રશ્નાર્થસૂચક ઉદા૰ કહ્યું કે?.

 • 4

  નિરર્થક સંબંધક 'જે' સ૰ આગળ આમ વપરાય છે: 'નળ રાજા, કે જેને વનવાસ ભોગવવો પડ્યો હતો, તે.'.

 • 5

  એટલે, એથી તરત. ઉદા૰ 'વહુનુ જરાક કાંઈ કહીએ છીએ કે ચાટકો ચઢે છે'.