કૂચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂચો

પુંલિંગ

 • 1

  કચરાવાથી અથવા ચવાવાથી જેના રેસેરેસા જુદા થઈ ગયા હોય એવી વસ્તુ.

 • 2

  વાસણને અંદરથી માંજવાનો એક છેડે કૂચાવાળો લાકડાનો કકડો.

 • 3

  ધોળવા માટે બનાવેલા ભીંડી કે મુંજનો રેસાનો ઝૂડો-સાવરણો.

 • 4

  પ્રવાહીની નીચે ઠરેલો કચરો અથવા અણઅઓગળેલી કૂચા જેવી વસ્તુ.

 • 5

  લાક્ષણિક વારંવાર કહેવાયેલી-સત્ત્વહીન થઈ ગયેલી વાત.

 • 6

  પૂરી સમજી વિચારી લીધેલી વસ્તુ.

 • 7

  નિંદા.

  જુઓ કૂચ=છૂપી વાત

મૂળ

सं. कूर्च, प्रा. कुच्च ઉપરથી