કંટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંટવું

નપુંસક લિંગ

 • 1

  કુંવારડું; ચોથિયું.

કટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  કટુ થવું.

 • 2

  દુશ્મનાવટ કરવી.

 • 3

  ક્રોધે ભરાવું.

મૂળ

सं. कटु ઉપરથી?

કટેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટેવ

સ્ત્રીલિંગ

 • 1

  કુટેવ; નઠારી ટેવ-આદત.

કુટેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુટેવ

સ્ત્રીલિંગ

 • 1

  નઠારી ટેવ-આદત.

મૂળ

કુ+ટેવ

કૂટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂટવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મારવું; ઠોકવું; ટીચવું.

 • 2

  ખાંડવું.

 • 3

  મૂએલાની પાછળ છાતી પીટવી.

મૂળ

सं. कुट्ट