કટાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટાવ

પુંલિંગ

 • 1

  એક છંદ.

 • 2

  પત્તાંની રમતમાં અમુક પત્તાં ન હોવાં તે.

 • 3

  કોતરણી; કલમ કરવી તે.

 • 4

  રંગીન કપડામાંથી કાપીને ફૂલ ઇ૰ બનાવી તે વડે કપડા પર વેલબુટ્ટો કરવો તે.

 • 5

  પતંગોના પેચ થવા-કરવા તે.

કટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  કાટ ચડવો.

 • 2

  ['કાટવું'નું કર્મણિ] કપાવું.

મૂળ

'કાટ' ઉપરથી

કુટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુટાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'કૂટવું'નું કર્મણિ.

 • 2

  ટિચાવું; અથડાવું.

 • 3

  લાક્ષણિક સૂજ ન પડવી; કુટારો થવો.

મૂળ

જુઓ કૂટવું