કડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા
કડવું
વિશેષણ
- 1
કરિયાતાના સ્વાદ જેવું; કટુ.
- 2
અપ્રિય.
કડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા
કડવું
નપુંસક લિંગ
- 1
એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓનો સમુદાય.
મૂળ
सं. कडक्कम्
કુડવ ની ગુજરાતીમાં વ્યાખ્યા
કુડવ
નપુંસક લિંગ
- 1
૧૨ મૂઠી અથવા ૧૬ તોલાનું એક માપ.
મૂળ
सं.
કૂડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા
કૂડવું
અકર્મક ક્રિયાપદ
- 1
ચિડાવું; કઢવું; છંછેડાવું.
મૂળ
જુઓ કૂડ