કણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કણી

સ્ત્રીલિંગ

 • 1

  કણિકા; છેક ઝીણો કણ; ઝીણી કરચ.

 • 2

  આંટલ; કપાશી.

 • 3

  તેલઘીમાં કોઈ વસ્તુ તળ્યા પછી જે ભૂકી રહે છે તે.

મૂળ

सं.

કૂણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂણી

સ્ત્રીલિંગ

 • 1

  ખભા નીચેના હાથનો (પહેલો) સાંધો.

 • 2

  બે સાંધાનું અણીદાર હાડકું (ચ.).

મૂળ

दे. कुहणी, हिं. कुहनी

કેણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેણી

અવ્યય

 • 1

  કઈ બાજુ?.

મૂળ

જુઓ કોણ