કેરબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેરબો

પુંલિંગ

 • 1

  એક નાચ; કારવો.

 • 2

  એમાં ગવાતું ગાયન.

 • 3

  એનો રાગ.

 • 4

  સુગંધી ગુંદર જેવો એક પદાર્થ (તેના પારા ફકીરો રાખે છે); 'એમ્બર'.

કૅરબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅરબો

પુંલિંગ

 • 1

  કારવો; નટનો નકતો; ભવાઈમાં નટ માથા પર પ્યાલા, લોટા, દીવા મૂકી જે દીપનૃત્ય કરે તે; સંગીત અને કરામત સાથેનો ફુદડીના નર્તનવાળો નાચ.

 • 2

  કેરબો નાચ કરનાર નટ.

 • 3

  એક પ્રકારનો તાલ.

 • 4

  કેરબો નાચમાં ગવાતો એક રાગ.

કૅરબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅરબો

પુંલિંગ

 • 1

  પ્રવાહી ભરવાનું હાથાવાળું પ્લાસ્ટિકનું પાત્ર.

મૂળ

इं.