કર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા
કર્મ
નપુંસક લિંગ
- 1
ક્રિયા; કાર્ય; કામ.
- 2
પ્રવૃત્તિ; ધંધો. ઉદા૰ વૈશ્યકર્મ.
- 3
આચરણ; ધર્મકર્મ (નિત્યાદિ).
- 4
લાક્ષણિક કરમ; નસીબ; પૂર્વજન્મનાં કર્મ.
- 5
કર્તવ્ય.
- 6
કુકર્મ; પાપ.
- 7
વ્યાકરણ
જેની ઉપર ક્રિયા થતી હોય તે.
મૂળ
सं.
કૂર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા
કૂર્મ
પુંલિંગ
- 1
કાચબો.
મૂળ
सं.
કૅરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા
કૅરમ
નપુંસક લિંગ
- 1
(લખોટી દાવ જેવી) પાટિયા પર રમાતી એક રમત.
- 2
સ્ટ્રાઇકર વડે કૂકરીઓને મારીને કાણાંમાં નાંખવાની કેરમબૉર્ડ પર રમાતી એક રમત.
મૂળ
इं.?
ક્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા
ક્રમ
પુંલિંગ
- 1
એક પછી એક આવે એવી વસ્તુસંકલના.
- 2
શ્રેણી; હારમાળા.
- 3
ડગલું; પગલું.
- 4
ધારો; રિવાજ.
- 5
આક્રમણ; હુમલો.
- 6
સંગીતમાં એક અલંકાર.
મૂળ
सं.
કરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા
કરમ
સ્ત્રીલિંગ
- 1
ઉદારતા.
- 2
કૃપા; મહેરબાની.
મૂળ
अ.
કરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા
કરમ
નપુંસક લિંગ
- 1
કર્મ; કૃત્ય.
- 2
કુકર્મ; ક્રૂર કર્મ.
- 3
નસીબ; વિધાતા.
મૂળ
सं. कर्म
કરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા
કરમ
પુંલિંગ
- 1
કૃમિ; પેટમાં થતો એક જીવ.
મૂળ
જુઓ કિરમ