ક્ષમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષમ

વિશેષણ

 • 1

  સહન કરી શકે એવું.

 • 2

  સાધી શકે એવું.

 • 3

  સમર્થ; શક્તિમાન.

 • 4

  યથાર્થ; યોગ્ય.

 • 5

  ધીરજવાળું.

મૂળ

सं.

ક્ષેમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેમ

વિશેષણ

 • 1

  સુખશાંતિ આપનારું.

 • 2

  સુખશાંતિવાળું; આબાદ.

મૂળ

सं.

ક્ષેમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેમ

નપુંસક લિંગ

 • 1

  સુખશાંતિ.

 • 2

  કલ્યાણ; શ્રેય.

 • 3

  આરોગ્ય.

 • 4

  (પ્રાપ્ત હોય તેની) સલામતી; સંરક્ષણ જેમ કે, યોગ-ક્ષેમ.