કાંઠલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંઠલો

પુંલિંગ

 • 1

  ગળાને બેસતો આવતો અંગરખાનો કાપ.

 • 2

  પોપટને કંઠે કાળું વર્તુલ હોય છે તે.

 • 3

  કાંઠલી; સ્ત્રીઓના કંઠનું એક ઘરેણું; હાંસડી.

 • 4

  વાણાનો તાર તાણામાં નાખવાનું વણકરનું એક ઓજાર; કાંઠલો.

 • 5

  ઘડા, ગાગર વગેરેના પેટાની ઉપરનો-કંઠના ભાગનો ગોળ ભાગ; કાંઠો.

 • 6

  ઘાટ; કિનારો.

મૂળ

सं. कंठ ઉપરથી

કાઠલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાઠલો

પુંલિંગ

 • 1

  કન્યાને પરણાવતા પહેલાં ચડાવાતું ઘરેણું.

મૂળ

કંઠ+લો