કાતરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાતરિયું

નપુંસક લિંગ

 • 1

  છેક છાપરાની નીચેનો નીચો મેડો.

 • 2

  લાકડાનું એક બેધારું અસ્ત્ર.

 • 3

  દીવાલ કોચવાનું ચોરનું એક ઓજાર.

 • 4

  બે ચૂડીની વચમાં પહેરાતું પાતળી ચીપનું કંકણ.

 • 5

  ભેજું.

 • 6

  કટાક્ષ; કરડી આંખે જોવું તે.

 • 7

  સ્લેટનો ભાગેલો મોટો ટુકડો.

મૂળ

કાતરવું