કાંપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંપવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  કંપવું; ધ્રૂજવું.

 • 2

  ભયથી ધ્રૂજવું.

મૂળ

सं, कंप्

કાપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાપવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વાઢવું; વાઢી જુદું પાડવું.

 • 2

  ઘટાડવું.

 • 3

  દૂર કરવું; ફેડવું.

 • 4

  (ગંજીફાની રમતમાં) ચીપ્યા પછી પાનાં વહેંચતાં પહેલાં અધ્ધર અમુક ભાગ ઉઠાવવો.

 • 5

  રમાતી ભાતનું પત્તું ન હોય તો હુકમનું પાનું ઊતરવું; કાટવું.

 • 6

  લાક્ષણિક (કોઈની વાતને) ઘસાતું કે વિરોધમાં કહેવું; તેને વખોડવું કે તોડી પાડવું.

મૂળ

सं. कृप् (?) प्रा. कप्प, दे. कप्परिअ; म. कापणें