કાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળ

પુંલિંગ

 • 1

  કાલ; સમય; વખત.

 • 2

  સમયનું માપ; વેળા.

 • 3

  મોત; નાશ.

 • 4

  મોસમ; ઋતુ.

 • 5

  સંગીત
  જ્યાં ઠેકો ન આવે એવું માત્રાનું સ્થાન.

 • 6

  મોત; નાશ.

 • 7

  દુકાળ.

 • 8

  ક્રોધ.

મૂળ

सं.

કાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળું

વિશેષણ

 • 1

  મેશના રંગનું.

 • 2

  નઠારું; દુષ્ટ; અઘોર; અનીતિમય (જેમ કે, કાળું કામ, બજાર ઇ૰).

 • 3

  લાક્ષણિક વસમું, સખત ઇ૰ ભાવવાળું (જેમ કે, કાળો ચોર, કાળી મજૂરી).

મૂળ

सं. काल