કંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંડી

પુંલિંગ

 • 1

  વાદી; કરંડિયામાં સાપ લઈને ફરનારો મદારી.

 • 2

  એક જાતની ટોપલી જેમાં માણસને બેસાડીને પહાડોમાં ઊંચકી જવાય છે.

 • 3

  કંડીવાળો-તેમાં લઈ જનારો માણસ.

મૂળ

सं. करंडिन्

કડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડી

સ્ત્રીલિંગ

 • 1

  આંકડી; 'હૂક'.

 • 2

  ગોળ વાળેલો તાર કે સળિયો.

 • 3

  કાનનું એક ઘરેણું.

 • 4

  બેડી.

 • 5

  કવિતાનું પદ; ચરણ.

 • 6

  ઓળ; હાર.

 • 7

  બારણાની આંકડી-સાંકળ.

મૂળ

सं. कटक, दे. कडा

કડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડી

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  ઉત્તર ગુજરાતનું એક ગામ.

કુંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંડી

સ્ત્રીલિંગ

 • 1

  +કૂંડી વાસણ.

મૂળ

सं.

કૂંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂંડી

સ્ત્રીલિંગ

 • 1

  કુંડ જેવો નાનો ખાડો.

 • 2

  પહોળા મોંનું નાના કુંડ જેવું વાસણ.

 • 3

  નાનો હવાડો.

 • 4

  વીસની સંખ્યાનો સંકેત; કોડી.

 • 5

  ગબી.

 • 6

  વહાણના તળિયાનો એ ભાગ; જ્યાં ઝમતું પાણી એકઠું થાય તે.

મૂળ

सं. कुण्ड ઉપર થી

કેડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેડી

સ્ત્રીલિંગ

 • 1

  સાંકડો પગરસ્તો; પગથી.

મૂળ

કેડો પરથી