કોંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોંટી

સ્ત્રીલિંગ

 • 1

  તરવારને મ્યાન સાથે બાંધી રાખવાની દોરી અથવા સાંકળી.

કોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોટી

સ્ત્રીલિંગ

 • 1

  કરોડ; સો લાખની સંખ્યા.

 • 2

  કમાનનો છેડો.

 • 3

  તકરારના પ્રશ્નની એક બાજુ-પૂર્વ પક્ષ.

 • 4

  વર્ગ; પ્રકાર.

 • 5

  ઊંચામાં ઊંચું બિંદુ; અંતિમતા.

 • 6

  ગણિતશાસ્ત્ર​
  કાટખૂણત્રિકોણની કર્ણ સિવાયની બાજુ.

 • 7

  'ઍબ્સિસ્સા'.

મૂળ

सं.

કોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોટી

વિશેષણ

 • 1

  કોટિક; કરોડો; અગણિત.

 • 2

  આલિંગન.