કોઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોઠો

પુંલિંગ

 • 1

  પેટ.

 • 2

  શરીર; શરીરની અંદરનો કોઈ પણ કોષરૂપ ભાગ.

 • 3

  મન; અંતઃકરણ.

 • 4

  ખાનું ઉદા૰ કોઠો પાડીને લખવું.

 • 5

  [સોગઠાં ઇત્યાદિ બાજીનું] ઘર; ખાનું.

 • 6

  મોટી કોઠી; વખાર.

 • 7

  મોટો કૂવો.

 • 8

  કિલ્લાનો બુરજ.

 • 9

  સુધરાઈની મુખ્ય ઑફિસ; મહેસૂલ, વેરો ઇત્યાદિનાં નાણાં ભરવાની જગા.

 • 10

  રખડતાં ઢોર પૂરવાનો ડબો.

 • 11

  વ્યૂહરચના.

 • 12

  કોષ્ટક; આંકનો પાડો.

 • 13

  અંગરખાનો ગળાની આસપાસનો ભાગ.

મૂળ

सं. कोष्ठ