ખચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખચ

અવ્યય

 • 1

  ખેંચીને; સખત રીતે.

 • 2

  રવાનુકારી અંદર પેસી જવાનો કે ભોંકવાનો કે તેથી ઊલટી ક્રિયાનો રવાનુકારી (જેમ કે, ખચ દઈને સંગીન પેસી ગયું; ખચ દઈને ખેંચી કાઢ્યું).

મૂળ

सं. खच्=ખેંચી બાંધવું

ખૂંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંચ

સ્ત્રીલિંગ

 • 1

  ખૂંચવું તે; ખાંચ; ખૂણો; ખાંચો.

 • 2

  ખૂંચવાની અસર; ભોંક.

 • 3

  ખૂંચાઈ કે ભરાઈને ફાટવું તે.

 • 4

  લાક્ષણિક લાગણી; અસર.

 • 5

  મનમાં ખૂંચવું તે; ખાર; દાઝ; વેર.

 • 6

  બારીક સમજ.

 • 7

  ખોડખાંપણ; વાંધોવચકો.

ખેંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેંચ

સ્ત્રીલિંગ

 • 1

  ખેંચાણ; તાણ.

 • 2

  આગ્રહ.

 • 3

  તંગી; તાણ.

મૂળ

प्रा.खंच=ખેંચવું