ખટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  +ખાટવું; લાભ મેળવવો.

મૂળ

સર૰ हिं. खटाना

ખૂંટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંટવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મૂળ સાથે ખેંચી-ટૂંપી કાઢવું; નિર્મૂળ કરવું; નિકંદન કાઢવું.

 • 2

  ચૂંટવું; ટૂંપવું.

મૂળ

'ખૂંટો' ઉપરથી? સર૰ म. खूंटणें

ખૂટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂટવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઓછું થવું; ઘટવું.

 • 2

  પૂરું થવું.

 • 3

  કાઠિયાવાડી ખૂટલ થવું.

મૂળ

दे. खुट्ट