ખૂંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંટી

સ્ત્રીલિંગ

 • 1

  ખીંટી.

 • 2

  લાકડાની મેખ; ખીલી (જેમ કે, જમીન માપવા માટે).

 • 3

  કપાળની બે બાજુએથી વાળ ટૂંપાવીને કરાવેલો ખૂણો.

 • 4

  અંગરખાની કળી.

 • 5

  [તંતુવાદ્યમાં] તાર લપેટવાની ખીંટી.

મૂળ

दे. खुंट