ખંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  તોડવું; કકડા-વિભાગ કરવા.

 • 2

  માગતા પેટે અમુક ઓછું આપી કે લઈને પતાવવું.

 • 3

  સામટો ભાવ ઠરાવીને સોંઘામાં ખરીદવું.

મૂળ

सं. खण्डु; प्रा.

ખેડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  જમીનને હળ વડે ખોદી, ચાસીને પોચી કરવી.

 • 2

  લાક્ષણિક સુધારવું; કેળવવું.

 • 3

  (સાહસ કે વેપારધંધો) કરવો.

 • 4

  (મુસાફરી) કરવી.

 • 5

  ચલાવવું; હાંકવું.

ખડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ચોપડવું; લેપ કરવો.

 • 2

  ખરડવું; ડાઘ લગાડવો.

 • 3

  સંડોવવું; આળ મૂકવું.

 • 4

  નઠારા કામમાં સામેલ કરવું.

મૂળ

'ખરડવું' ઉપરથી?

ખડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  અટકવું; રોકાવું; થંભી જવું.

 • 2

  હાથ પગ ઈ અવયવ ઊતરી જવો.

 • 3

  આખડી પડવું; પડી જવું.

 • 4

  (રંગ) ઊડી જવો; ઝાંખું પડવું.