ખંડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંડિયું

વિશેષણ

 • 1

  ખંડણી ભરનારું; તાબેદાર.

 • 2

  ખંડિત.

મૂળ

જુઓ ખંડણી; સર૰ प्रा. खड्डिअ=પરાજિત

ખડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડિયું

પુંલિંગ

 • 1

  સુકવણું.

 • 2

  સુકાવાથી તડો પડી ગઈ હોય તેવી જમીન.

 • 3

  ચોમાસામાં કેટલાક દિવસ વરસાદ ન પડવાથી જે તાપ પડે છે તે.

 • 4

  [ખડું' ઉપરથી] બાજીમાં છેવટની કૂકી ઘરમાં બરાબર પહોંચે એથી વધારે દાણા પડતાં તેણે બહાર નીકળવું પડે તે.

 • 5

  ચિત્તો; વાઘ.

  જુઓ ખડિયો વાઘ

 • 6

  જેટડું; જુવાન ભેંસ.

મૂળ

જુઓ ખરડિયું

ખૈડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૈડિયું

વિશેષણ

 • 1

  પાણી વિનાનું; નીક કે નહેર ઇત્યાદિથી જેને પાણી ન પવાતું હોય તેવું (ખેતર).

 • 2

  સુકવણું; ખરડિયું (ખૈડિયું પડવું).

મૂળ

જુઓ ખરડિયું