ગુજરાતી

માં ખાણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખાણું1ખાણ2ખાણ3

ખાણું1

નપુંસક લિંગ

  • 1

    જમણ; ભોજન.

  • 2

    મિજબાની.

  • 3

    (ખાવા પીવામાં પળાતો) મરણનો શોક.

મૂળ

સર૰ हिं. खाना

ગુજરાતી

માં ખાણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખાણું1ખાણ2ખાણ3

ખાણ2

સ્ત્રીલિંગ

  • 1

    ખનીજ પદાર્થો કાઢવા માટે ખોદેલો ખાડો; કે તેવા પદાર્થો ખોદતાં મળી આવે તેવું સ્થળ-છૂપો ભંડાર.

  • 2

    જેમાંથી બહાર ન નીકળાય તેવો ઊંડો ખાડો (ઉદા૰ નરકની ખાણ); અખૂટ ભંડાર.

  • 3

    અનાજ ભરવા માટે બનાવેલું ભોંયરું; ભંડાર.

  • 4

    ઉત્પત્તિસ્થાન.

  • 5

    ધારવાળી વસ્તુની ધારમાં પડેલો ખચકો. (ખાણ જડવી, ખાણ નીકળવી, ખાણ મળવી).

મૂળ

सं. खानि, प्रा. खाणि

ગુજરાતી

માં ખાણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખાણું1ખાણ2ખાણ3

ખાણ3

નપુંસક લિંગ

  • 1

    ઢોરને ખાવાનું અનાજ કે ગોતું.

મૂળ

सं. खादन, प्रा.