ખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  અન્ન લેવું; જમવું.

 • 2

  વેઠવું; ખમવું (ઉદા૰ માર ખાવો).

 • 3

  વાપરવું; ભોગવવું (ઉદા૰ હવા ખાવી).

 • 4

  લેવું; ખર્ચ કરાવવું; ખર્ચ તરીકે કઢાવવું (ઉદા૰ 'આ મકાને સો રૂપિયા ખાધા'; 'આ કામે બહુ દહાડા ખાધા').

 • 5

  વગર હકે લેવું; ચોરીછૂપીથી લેવું (ઉદા૰ ઘણા પૈસા ખાઈ ગયો).

 • 6

  'દમ, છીંક, બગાસું, ઉદરસ' ઇ૰ સાથે વપરાય છે -શરીરથી તે ક્રિયા કરવી કે થવી, એ અર્થમાં.

મૂળ

सं. खाद्, प्रा. खा

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખવાવું; કાટ ચડવો. ('કાટ' જોડે વપરાતાં, જેમ કે, લોઢું કાટ ખાય છે).

ખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાવું

નપુંસક લિંગ

 • 1

  પકવાન.

 • 2

  ખાવાની ચીજ; ભાથું (ઉદા૰ ખાવું બંધાવવું).

  જુઓ ખાઉ