ખીરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીરું

નપુંસક લિંગ

 • 1

  લોટ અને પાણીને અડવાળી કરેલો રગડો (પૂડા, ભજિયાં ઈ૰ બનાવવા).

 • 2

  ખમીર ચડાવેલો આથો (જલેબી ઈ૰નો).

 • 3

  એક જાતની કુમળી કાકડી.

 • 4

  એક જાતનું જાડું કાપડ.

 • 5

  ખરેટું; કરેટું.

ખીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીર

વિશેષણ

 • 1

  સારહીન; નકામું.

મૂળ

सं. क्षर ઉપરથી

ખીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીર

સ્ત્રીલિંગ

 • 1

  દૂધભાતની એક વાની.

 • 2

  +ક્ષીર; દૂધ.

 • 3

  [?] એક પક્ષી.