ખોખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોખ

નપુંસક લિંગ

 • 1

  મોટા કદનું પણ ખાલી ખોખું હોય તે.

મૂળ

જુઓ ખોખું

ખોખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોખું

નપુંસક લિંગ

 • 1

  અંદરથી પોલું ને સાર-ગર કાઢી લીધેલું જે કાંઈ હોય તે.

 • 2

  માલ કાઢી લીધો હોય તેવી ખાલી તકલાદી પેટી; હલકી બનાવટની પેટી.

 • 3

  કાગળ અને લૂગડું લાહીથી ચોપડી બનાવેલો પાઘડીનો આકાર; કકડાઓની બનાવેલી પાઘડી.

 • 4

  ભરપાઈ થઈ ગયેલો હૂંડીનો કાગળ.

 • 5

  નમૂનો; બીબું.

 • 6

  કાચું લખાણ; મુસદ્દો.

 • 7

  ક્લેવર; હાડપિંજર.

મૂળ

सं. शुष्क; हिं. खुक्ख