ખોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોલ

સ્ત્રીલિંગ

 • 1

  ખામી; કરચલી; પોલાણ.

 • 2

  ઊતરી ગયેલી જીર્ણ ચામડી.

 • 3

  સાપની કાંચળી.

 • 4

  ખોળી.

 • 5

  ખોળ; ગાદીતકિયા વગેરેનું ઉપલું પડ-ગલેફ.

મૂળ

दे. खोल, खोल्ल

નપુંસક લિંગ

 • 1

  ખોયલ; મોચીનું એક ઓજાર.

ખોલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોલું

વિશેષણ

 • 1

  ખૂલતું; ખુલ્લું કે પહોળું; ભીંસાતું-તંગ નહિ એવું.

 • 2

  ઊઘડતું.

ખોલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોલું

નપુંસક લિંગ

 • 1

  ખીચડી વગેરેનો દાઝેલો પોપડો (ચ.).