ગજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજ

પુંલિંગ

 • 1

  હાથી.

 • 2

  લંબાઈ ભરવાનું ચોવીસ તસુનું માપ.

 • 3

  બારણાની ભૂંગળ.

 • 4

  ધાતુનો નક્કર સળિયો.

 • 5

  બંદૂકની નાળમાં દારૂ ઠાંસવા માટે વપરાતો સળિયો.

 • 6

  તંતુવાદ્ય વગાડવા વપરાતું ધનુષ્ય જેવું સાધન.

ગંજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંજ

પુંલિંગ

 • 1

  ઢગલો.

 • 2

  એક જાતની એકબીજામાં બેસતી વસ્તુઓની ઉતરડ.

 • 3

  (જથાબંધ) અનાજનું બજાર.

મૂળ

फा., सं.

ગજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજું

નપુંસક લિંગ

 • 1

  ગુંજાશ; શક્તિ.

ગૂંજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંજું

નપુંસક લિંગ

 • 1

  ગજવું.

મૂળ

सं. गुह्यं; प्रा. गुज्झ

ગૂજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂજ

સ્ત્રીલિંગ

 • 1

  ગુપ્ત વાત; રહસ્ય.

 • 2

  બે બાજુ અણીવાળો (પાટિયાં જોડવાનો) ખીલો.

મૂળ

सं. गुह्य; प्रा गुज्झ

ગૂજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂજ

વિશેષણ

 • 1

  ગુહ્ય; ગુપ્ત.

ગેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેજ

પુંલિંગ

 • 1

  માપનું ધોરણ (જેમ કે, રેલવે-'બૉડ'-, મિટર'-).

મૂળ

इं.

ગુંજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંજ

નપુંસક લિંગ

 • 1

  છૂપી વાત; ભેદ.

ગુંજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંજ

સ્ત્રીલિંગ

 • 1

  ગૂંજા; ચનોઠી કે તેનું ઝાડ.

 • 2

  ચનોઠી જેટલું વજન; રતી.

 • 3

  ગાંઠ; ગૂંચ; આંટી.

ગુંજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંજ

પુંલિંગ

 • 1

  ગુંજન.

ગુંજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંજ

વિશેષણ

 • 1

  ગુહ્ય; ગૂજ; ગુપ્ત.

ગુંજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંજ

પુંલિંગ

 • 1

  ગણગણાટ.

મૂળ

सं.