વિશેષણ
- 1
-થી ગુણતાં આવે તેટલું (ઉદા૰ ચાર ગણું).
મૂળ
सं. गुण
પુંલિંગ
- 1
જાતિસ્વભાવ; મૂળ લક્ષણ; ધર્મ.
- 2
સદ્ગુણ; સારું લક્ષણ.
- 3
પ્રકૃતિના ત્રણ ધર્મ-સત્ત્વ, રજ, તમ-તે.
- 4
[તે પરથી] ત્રણની સંખ્યા.
- 5
અસર; ફાયદો.
- 6
ઉપકાર [ઉદા૰ 'અવગુણ ઉપર ગુણ કરવો'].
- 7
પણછ.
- 8
દોરી; દોરો; દોરડું.
- 9
દોકડો; 'માર્ક'.
- 10
સ્વરોના બે ફેરફાર-ગુણ, વૃદ્ધિ-માંનો પ્રથમ.
- 11
કૃતિનું રસપ્રદ લક્ષણ (શૈલી, લાલિત્ય વગેરે).
મૂળ
सं.
વિશેષણ
વ્યાકરણ કાવ્યશાસ્ત્ર- 1
વ્યાકરણ કાવ્યશાસ્ત્ર
[સંખ્યાને અંતે તે સમાસમાં, જેમ કે, શતગુણ].
સ્ત્રીલિંગ
- 1
થેલો; કોથળો.
- 2
છાલકું, (ગધેડા વગેરે ઉપરનું).
- 3
ચાર મણનું માપ.
મૂળ
सं. गोणी
નપુંસક લિંગ
- 1
ઠીંગણો પણ વેગથી ચાલનાર એક જાતનો બળદ.
મૂળ
સર૰ दे. गोण=બળદ
પુંલિંગ
- 1
ટોળું; મંડળ.
- 2
જાત; વર્ગ.
- 3
શિવનો સેવક-સમુદાય.
- 4
છંદશાસ્ત્રમાં ત્રણ અક્ષરનો ખંડ (ઉદા૰ યગણ, મગણ ઇ૰).
મૂળ
सं.
પુંલિંગ
- 1
ગુણ; પાડ.
મૂળ
सं. गुण