ગાંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંઠ

સ્ત્રીલિંગ

 • 1

  આંટીવાળો બંધ; ગ્રંથિ.

 • 2

  ઝાડને જ્યાંથી ડાળાં ફૂટે છે તે ભાગ.

 • 3

  લાકડામાંનો ભમરાવાળો ગંઠાઈ ગયેલો ભાગ.

 • 4

  મૂળનો ગઠ્ઠા જેવો ભાગ (જેને વાવવાથી ફણગો ફૂટે છે).

 • 5

  શરીરમાં લોહી ગંઠાઈ જઈ બાઝેલી ગોળી.

 • 6

  એક રોગ; પ્લેગની ગાંઠ.

 • 7

  લાક્ષણિક અંટસ; કીનો.

 • 8

  સંપ.

 • 9

  લગ્નગાંઠ.

મૂળ

सं. ग्रंथि, प्रा. गंठि

ગાંઠે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંઠે

અવ્યય

 • 1

  'ગાંઠ'; આંટીવાળો બંધ; ગ્રંથિ.

 • 2

  ઝાડને જ્યાંથી ડાળાં ફૂટે છે તે ભાગ.

 • 3

  લાકડામાંનો ભમરાવાળો ગંઠાઈ ગયેલો ભાગ.

 • 4

  મૂળનો ગઠ્ઠા જેવો ભાગ (જેને વાવવાથી ફણગો ફૂટે છે).

 • 5

  શરીરમાં લોહી ગંઠાઈ જઈ બાઝેલી ગોળી.

 • 6

  એક રોગ; પ્લેગની ગાંઠ.

 • 7

  લાક્ષણિક અંટસ; કીનો.

 • 8

  સંપ.

 • 9

  લગ્નગાંઠ.

ગાઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાઠું

વિશેષણ

 • 1

  ઘસાયેલું; નબળું પડેલું.

 • 2

  હારેલું.

મૂળ

सं. घृष्ट, प्रा. घट्ठ

ગાઠે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાઠે

અવ્યય

 • 1

  પાસે; કબજામાં.